આ તસવીરવાળો સિક્કો તમારી પાસે છે તો તમને બનાવી શકે છે લાખોપતિ

National

આજના સમયમાં 5 કે 10 રૂપિયાના સિક્કાની કોઈ વેલ્યૂ નથી. પરંતુ શું તમે જાણો છો કે- એક સામાન્ય સિક્કો તમને લખપતિ બનાવી શકે છે. વાસ્તવમાં આ સિક્કા પર વૈષ્ણોદેવી માતાની તસવીર હોવી જરૂરી છે. તેની હરાજી કરી તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. ડિજીટલ પ્લેટફોર્મ પર એવી ઘણી વેબસાઈટ્સ છે જેની પર જુના સિક્કા વેચી મોટી રકમ મેળવી શકાય છે. આ એન્ટિક સિક્કો હોવાને કારણે તમે તેની સામે 10 લાખ રૂપિયા સુધીની કિંમત મેળવી શકો છો.

5 અને 10 રૂપિયાના આ સિક્કા સરકારે વર્ષ 2012માં લોન્ચ કર્યા હતા. જેની પર માતા વૈષ્ણોદેવીની તસવીર છે. લોકો આવા સિક્કાને ભાગ્યશાળી માને છે. હિંદુ ધર્મના લોકોને માતા વૈષ્ણોદેવીમાં ઘણી શ્રદ્ધા છે. આ જ કારણે લોકો આ સિક્કા માટે હરાજીમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવા તૈયાર હોય છે.

એક એહવાલ અનુસાર આવા સિક્કાઓને ઈન્ડિયા માર્ટ, પિટરેન્સ અને ઈન્ડિયન કરન્સી જેવી વેબસાઈટ પર વેચી શકાય છે. આ સિક્કાઓને હરાજીમાં મૂકવા માટે સંબંધિત વેબસાઈટ પર તમારે અકાઉન્ટ ક્રિએટ કરવાનું રહે છે. જે પછી સિક્કાની તસવીર અને ડિસ્ક્રિપ્શન અપલોજ કરવાનું રહે છે. રસ ધરાવતા લોકો આ માટે બોલી લગાવે છે.

આ સાથે અશોક સ્તંભવાળી 10 રૂપિયાની નોટની પણ ઘણી ડિમાન્ડ રહે છે. આ ચલણી નોટ બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ચાલતી હતી. અંગ્રેજોથી આઝાદી મળ્યા બાદ પણ ઘણા સમય સુધી આ નોટ છપાતી હતી.

આ નોટ 1943માં ચલણમાં આવી હતી. તેમાં એક તરફ અશોક સ્તંભ અને બીજી તરફ એક જુકેલી બોટ હતી. પછીથી આ નોટનું છાપકામ બંધ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *