આ પતિ એક-બે નહીં પણ એકસાથે 9-9 પત્નીઓને સાચવે છે, જાણો કેવી રીતે કરે છે મેનેજ

International

આપણી આજુબાજુ યુવકોને 1 પત્ની હોય છે. પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે, યુવકને 1-2 નહીં પરંતુ 9 પત્ની હોય. આજે અમે તેમની એક એવા યુવક વિષે વાત કરી રહ્યા છે જે લગ્નના મામલે બહુ જ આગળ નીકળી ગયો છે. આ યુવકની એક કે બે નહીં પરંતુ 9 પત્ની છે. અમે કોઈ મજાક નથી કર્યા રહ્યા પરંતુ આ યુવકે 9 યુવતીઓ સાથે લગ્ન કર્યા છે. બધાને પ્રેમ કરવા માટે ટાઈમટેબલ પણ બનાવ્યું છે. પરંતુ હાલમાં આ યુવકની જિંદગીમાં એક મોટી ગડબડ થઇ ગઈ છે. આ બાદ આ યુવક પરેશાન થઇ ગયો છે. આવો જાણીએ આ તકલીફ શું છે.


બ્રાઝિલમાં રહે છે આ યુવક
આવો અનોખો કિસ્સો તમે ક્યારેય જોયો કે સાંભળ્યો નથી. એક યુવકને એક નહીં પણ 9 પત્નીઓ છે એટલે કે 9 છોકરીઓ સાથે લગ્ન કર્યા હોય છે. જે કોઈ તેની પત્નીઓ વિશે સાંભળે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. આ યુવકનું નામ આર્થર ઓ’ર્સો છે. આ યુવકને 9 પત્નીઓ છે અને હવે તે ખૂબ જ મુશ્કેલીમાં છે.


આર્થરે 9 પત્નીઓને સમય આપવાની રીત પણ શોધી કાઢી હતી. જેથી ટાઈમ ટેબલ પણ બનાવ્યું હતું. આર્થર તેને પ્રેમનું ટાઈમ ટેબલ કહેતો હતો. તે મુજબ તે પોતાની દરેક પત્નીને સમય આપતો હતો. તેનો પ્રયાસ હતો કે તે દરેક પત્ની સાથે એક સરખો સમય વિતાવે જેથી કોઈને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.


પરંતુ કામ ના આવ્યું ટાઈમટેબલ
આર્થરનું ટાઈમ ટેબલ લગ્નજીવનમાં ખાસ કંઈ કરી શક્યું નથી. આર્થરનો દરેક પ્રયાસ દરેક પત્નીને પ્રેમ કરવા માટે એક રૂટિન સેટ કરવાનો હતો. તેમ છતાં તેનો આ પ્લાન ફેલ ગયો છે.ટાઈમ ટેબલ બનાવતા પહેલા તેણે બધી પત્નીઓની ડિમાન્ડનું પણ ધ્યાન રાખ્યું હતું અને તે પ્રમાણે સમય નક્કી કર્યો હતો.


આ પછી પણ યુવકનો પ્લાન નિષ્ફળ ગયો અને કામ ન થયું. આર્થરે કહ્યું હતું કે, શરુઆતમાં સમયમાં જીવન ખૂબ જ મજેદાર લાગતું હતું. પરંતુ હવે ટાઈમ ટેબલ પ્રમાણે અનેક સમસ્યાઓ આવવા લાગી છે. તે કહે છે કે ઘણીવાર તેને એવું લાગવા લાગે છે કે તે પત્નીઓને કોઈક દબાણ હેઠળ પ્રેમ કરી રહ્યો છે.


હવે પડી મુશ્કેલી
યુવકે કહ્યું કે તે મુક્તપણે પ્રેમમાં માને છે. એટલા માટે તેણે 9 લગ્ન કર્યા છે. જોકે, હવે તેણે ટાઈમ ટેબલ પ્રમાણે પ્રેમ કરવાનું બંધ કરી દીધું છે. તે કહે છે કે તેની પત્નીઓને તેની પરવા નથી હોતી કે તે કોની સાથે કેટલો સમય વિતાવે છે. જો કે, ત્યાં એક મોટી ભૂલ છે જે તેને પરેશાન કરે છે.


આ ગડબડ ગિફ્ટને લઈને છે. જો આર્થર એક પત્નીને કિંમતી ભેટ આપે તો બાકીની પત્નીઓ ગુસ્સે થઈ જાય છે. તેને એ પણ સમજાતું નથી કે કઈ પત્નીને કઈ ભેટ આપવી જોઈએ. યુવકે કબૂલાત કરી છે કે તેની એક પત્નીએ તેને છૂટાછેડા લેવાની ધમકી પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *