આ સિંગરની ચાર્મિંગ સ્માઈલએ જીતી લીધું હતું સસરાનું દિલ, આપી દીઘી દીકરી

Bollywood

મુંબઈ: બૉલીવુડના ફેમસ સિંગર શાન શાંતનુ મુખર્જી 48 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 30 સપ્ટેમ્બર, 1972માં મધ્યપ્રદેશના ખંડવામાં થયો હતો. વર્ષ 1989માં 17 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરની શરૂઆત કરનારા શાને 20 વર્ષ પહેલાં ગર્લફ્રેન્ડ રાધિકા સાથે લગ્ન કર્યા હતા. શાન અને રાધિકાને બે બાળકો છે. મોટા દીકરાનું નામ સોહન અને નાના દીકરાનું નામ શુભ છે. ઘણાં રોમેન્ટિક ગીતોમાં પોતાનો અવાજ આપનાર શાન રીઅલ લાઇફમાં પણ ખૂબ જ રોમેન્ટિક છે. તો અમે તમને જણાવીએ શાન અને રાધિકાની લવ સ્ટોરી વિશે.

શાન અને રાધિકાની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે રાધિકા 18 વર્ષની અને શાન 21 વર્ષનો હતો. શાન શરૂઆતથી જ શર્મિલા સ્વભાવનો હતો એટલા માટે તેમને પ્રપોઝ કરવામાં થોડો સમય લાગ્યો હતો. ધીરે-ધીરે શાન અને રાધિકાની મુલાકાત વધવા લાગી અને એક દિવસ તેવો બીચ પર ગયા. અહીં ઢીંચણ પર બેસી શાને રાધિકાને કહ્યું, ‘આ દરિયો, આ આકાશ અને હવા સાક્ષી છે, હું તને પૂછું છું કે, તમે મારી સાથે લગ્ન કરશો?’

રાધિકાના જણાવ્યા મુજબ, ‘શાનના આ શબ્દ સાંભળી મને લાગ્યું કે હું કોઈ સપનું જોઈ રહી છું. મેં તેનું પ્રપોઝ સ્વીકારી લીધું. આ પછી શાન મારા માતા-પિતાને મળવા આવ્યો હતો. રાધિકાના જણાવ્યા મુજબ, ‘સિલ્વર પેન્ટ અને વિચિત્ર શર્ટ પહેરી સાંજે તે અમારા ઘરે આવ્યો ત્યારે મારા માતા-પિતા તેમને જોઈ હેરાન થઈ ગયા હતા.’ મારા પિતાએ પૂછ્યું, ‘શું તમે કોઈક કલાબાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો?’ જોકે પછી શાનની ચાર્મિંગ સ્માઈલએ તેના પિતાનું દિલ જીતી લીધું હતું.

રાધિકાએ જણાવ્યા મુજબ, ‘એકવાર શાને મને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં કહ્યું હતું કે, બેબી તું મારી એક માત્ર કમજોરી છું.’ પછી મેં જવાબમાં કહ્યું કે, ‘બેબી હું તમારી કમજોરી બનવા માગતી નથી. હું તો તમારી મજબૂતી બનવા માગું છું અને આપણે બંને એકબીજાની તાકાત છીએ. તેમની પત્ની રાધિકા એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે. તેમના જણાવ્યા મુજબ, ‘અમારે ત્યાં બધું જ ઓર્ગેનાઇઝ્ડ મેનરમાં થાય છે. જ્યારે મારી સાસરી મારી સાસુ ખૂબ જ શાંત સ્વભાવની છે. એટલા માટે શરૂઆતમાં એડ્જસ્ટ કરવામાં મુશ્કેલી થઈ હતી. પણ મમ્મી અને શાન મને એડ્જસ્ટ થવામાં ખૂબ જ મદદ કરી હતી.’

શાનના પિતા દિવંગત માનસ મુખર્જી મ્યુઝિક ડિરેક્ટર હતા. શાંન જ્યારે 13 વર્ષનો હતો ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. આ પછી ઘર સંભાળવાની જવાબદારી તેમની મા પર હતી. એવામાં તેમની માએ સિંગર તરીકે કામ કરી બાળકોનું પાલનપોષણ કર્યું હતું. શાનને એક બહેન પણ છે જેનું નામ સાગરિકા છે અને તે પણ સિંગર છે.

શાને બૉલીવુડની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં છે અને તેમના ગીતો સુપરહિટ પણ રહ્યા છે. તેમણે ‘નિકમ્મા કિયા ઇસ દિલને’, ‘યે હવાએ’, ‘કોઈ કહે કહેતા રહે…’, ‘કુછ તો હુઆ હે મેરે ઇસ દિલ કો…’, ‘ચાંદ સિફારિશ જો કરતા હમારી…’ સહિત ઘણાં ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.

શાને ‘પ્યાર મેં કભી કભી’, ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’, ‘લક્ષ્ય’, ‘કાંટે’, ‘દિલ ચાહતા હૈ’, ‘કલ હો ના હો’, ‘હમ-તુમ’, ‘ધૂમ’, ‘સલામ નમસ્તે’, ‘કોઈ મિલ ગયા’, ‘ફના’, ‘કભી અલવિદા ના કહેના’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘વેલકમ’, ‘પાર્ટનર’, ‘જબ વી મેટ’, ‘તારે જમીન પર’ સાઉથની ફિલ્મોમાં ગીતો ગાયા છે. શાને વર્ષ 2014માં ફિલ્મ ‘બલવિંદર સિંહ ફેમસ હો ગયા’થી બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *