એક્ટ્રેકસ સની લિયોની તેની ફિલ્મોની સાથે સાથે ફની અંદાજ માટે પણ જાણીતી છે. સની એક એક્ટ્રેસ હોવા ઉપરાંત રિયાલિટી શો ‘ સ્પ્લિટ્સવિલા’ ની હોસ્ટ પણ છે. આ શોમાં જતાં પહેલાં સની લિયોનીને તેની ટીમ તૈયાર કરે છે. હાલમાં સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સની લિયોનીના મેક-અપ દરમિયાન તેના ડ્રેસની પાછળની ચેન ખેંચીને બંધ કરવામાં તેની ટીમને પરસેવો વળી ગયો હતો.
સની લિયોનીએ પણ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તેની ટીમ તેને તૈયાર કરી રહી છે. જોકે સનીના ડ્રેસની જીપ અટવાઈ જતાં તેની ટીમની હાલત ખરાબ થઈ હતી. ચાર-ચાર લોકો સનીના ડ્રેસની જીપ ચડાવીને બંધ કરવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈને સફળતા મળતી નથી. ટીમના એક સભ્યને તો આ દરમિયાન ચિપટી પણ વાગે છે.
ટીમ મેમ્બર મહેનત કરી રહ્યા હતા ત્યારે સની લિયોની હસતી જોવા મળી હતી. વીડિયોમાં સની લિયોનીના ટીમ મેમ્બરની હાલત જોવા જેવી હતી. વીડિયોમાં તેઓ વચ્ચેની વાતચીત પણ સાંભળી શકાય છે. જે તેમને હસાવી હસાવીને લોથપોથ કરી દેશે. સની લિયોનીએ યલો કલરનો બૉડીફૉન ડ્રેસ પહેર્યો હતો.
નોંધનીય છે કે સની લિયોનીએ હાલમાં એક ઈન્સ્ટાગ્રામ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તે હાલ ખૂબ સ્ટ્રેસમાં છે. તેણે થોડાક દિવસ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બાળકોના કારણે સ્ટ્રેસમાં છે. તેણે જણાવ્યું હતું કે ”હું હંમેશા મારા બાળકોની આસપાસ રહેવા માંગું છું, એટલા હું મારું કામ અને વર્કઆઉટનું એ પ્રકારનું શેડ્યૂઅલ તૈયાર કરું છું, જેનાથી મારી નજર બાળકો પર રહે.”