લોન લઈને શ્રદ્ધા કપૂરના પિતાએ ખરીદ્યો હતો ફ્લેટ પછી આખે આખા ફ્લોરના બની ગયા માલિક

Bollywood

મુંબઈઃ કોરોના વાઇરસના કેસ સતત વધી ગયાં છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 28 લાખ થઈ ગઈ છે. કોરોનાને લીધે ઘણાં લોકોના મોત થયાં છે અને ઘણાં લોકોએ કોરોનાને હરાવ્યો પણ છે. દેશમાં અત્યારે અનલૉક 2 ચાલુ છે. એવામાં મંદિર, મોલ અને ઓફિસો ખુલી ગઈ છે. આ દરમિયાન સામાન્ય લોકોની જેવી રીતે બૉલિવૂડ સેલેબ્સ પણ પોતાના ઘરની બહાર નીકળી રહ્યાં છે. એવામાં અત્યારે શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂરનો એક જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં તે તેમના કરિયરના ટર્નિંગ પોઇન્ટની વાત કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, તેમનું નસીબ ફિલ્મ ‘કુર્બાની’ કરતી વખતે બદલાયું હતું. આ ફિલ્મ રિલીઝ થયે 40 વર્ષ થઈ ગયાં છે. આ અવસરે અમે તમને શક્તિ કપૂરના ઘરના શાનદાન ઇનસાઇડ ફોટો બવીએ.

શક્તિ કપૂર વાઇફ શિવાંગી અને બે બાળકો શ્રદ્ધા અને સિદ્ધાંત કપૂર સાથે મુંબઈના પામ બીચ સ્થિત રેસીડેન્શિયલ કૉમ્પલેક્સમાં રહે છે.વર્ષ 1975માં જ્યારે તે પહેલીવાર મુંબઈ આવ્યા, ત્યારે તેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી, પણ 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શક્તિ કપૂર આજે આ એપાર્ટમેન્ટમાં એક આખા ફ્લોરના માલિક છે.

જિતેન્દ્રની એડવાઇસ પર શક્તિ કપૂરે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું વિચાર્યું. 7 લાખ રૂપિયાની લોન લઈ તેમણે આ બિલ્ડિંગમાં 3 બેડરૂમનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો.વર્ષ 1982માં લગ્ન પછી આની બાજુનો ફ્લેટ તેમણે લીધો. વર્ષ 1984માં દીકરાના જન્મ પછી આ ફ્લોર પર ત્રીજો ફ્લેટ પણ ખરીદ્યો. હવે તે આખા ફ્લોરના માલિક છે.

મુંબઈમાં સ્થિત શક્તિ કપૂરના આ આલીશાન ઘરનું ઇન્ટેરિયર ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે.તેમની સ્ટાઇલની જેમ તેમનું ઘર પણ શાનદાર છે. શક્તિ કપૂરનું આ આલીશાન એપાર્ટમેન્ટ જોવામાં કોઈ મહેલથી ઓછું નથી.

ઘરની સજાવટ કરવા માટે તેમને ખાસ વસ્તુનો ઉપયોગ કર્યો છે. ઘરમાં શાનદાર ફર્નીચર, પેઇન્ટિંગ અને મૂર્તિઓ છે. આ ઉપરાંત તેમના ઘરની દીવાલો પર સિમ્પલ પીળા કલરનો પેઇન્ટ કરવામાં આવ્યો છે, જે તેમના ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

શક્તિ કપૂરના ઘરમાં શિવાંગી દ્વારા પસંદ કરવામાં આવેલી સુંદર પેઇન્ટિંગ અને વાસ્તુકલાની કેટલીક મૂર્તિ પણ લગાવવામાં આવી છે. શક્તિ કપૂરના આ ઘરમાં લિવિંગ રૂમથી બારને સ્પેશિયલ રીતે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના આ ઘરથી જુહૂ બીચનો સુંદર નજારો પણ સ્પષ્ટ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, શક્તિ કપૂરે તેમના કરિયરના શરૂઆતના સમયમમાં કેટલીક ફિલ્મોમાં નાના-મોટા રોલ પ્લે કર્યાં હતાં, પણ તેમને ઓળખ વર્ષ 1980માં આવેલી ફિલ્મ ‘કુર્બાની’થી મળી.

તેમને ‘નસીબ’ (1981), ‘રૉકી’(1981), ‘વારદાત’(1981), ‘સત્તે પે સત્તા’(1982), ‘હીરો’(1983), ‘જાની દોસ્ત’ (1983), ‘મકસદ’(1984), ‘કરિશ્મા કુદરત કા’ (1985), ‘કર્મા’(1986) અને ‘ગુરુ’ (1989) સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205