બોલિવૂડની આ ફિલ્મ્સના પાંચ સીને ઊભો કર્યો હતો જબરજસ્ત વિવાદ

Bollywood

મુંબઈઃ બોલિવૂડમાં ફિલ્મ અંગે જોવા મળતી કોન્ટ્રવર્સી સામાન્ય છે. વાત જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હોય તો ચર્ચા વાયુવેગે વધી જાય છે. ફિલ્મોમાં દર્શાવવામાં આવેલાં કોન્ટ્રોવર્સિયલ સીન્સ પર પણ ખૂબ જ વિવાદ થાય છે. આ કોન્ટ્રોવર્સીનો કેટલીકવાર ફિલ્મને લાભ થયો અને કેટલીકવાર નુકસાન પણ થયું છે. ત્યારે અમે તમને એવા મૂવી સીન વિશે જણાવીએ જેના લીધે દર્શકોએ ખુદ સવાલ ઊભા કર્યાં હતાં.

‘કબીર સિંહ’
શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ તેમના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ છે, પણ આ ફિલ્મમાં એક સીન અંગે વિવાદ થયો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના દરેક રેકોર્ડ તોડી દીધા હતા. પણ, શાહિદ અને કિયારાએ એક સીન અંગે નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો. એક સીનમાં શાહિદ કપૂર કિયારાને લાફો મારે છે. આ સીનનો દર્શકોએ વિરોધ કર્યો હતો.

‘ઉડતા પંજાબ’
શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ઉડતા પંજાબ’એ લોકોની આંખો ખોલી દીધી હતી. જેમાં પંજાબની હકિકત અને થતાં ડ્રગ્સના ઉપયોગને દેખાડવામાં આવ્યાં હતાં. ફિલ્મમાં શાહિદ કપૂરને ડ્રગ્સ લેતો દેખાડવામાં આવ્યો હતો અને તે સીન અંગે પણ ખૂબ જ વિવાદ થયો હતો.

‘બૂમ’
ફિલ્મ ‘બૂમ’ ઘણાં લોકોએ જોઈ નહીં હોય, પણ આ ફિલ્મના ઘણાં સીન વિવાદમાં હતાં. ફિલ્મ કેટરીના કૈફ માટે એક ખરાબ સપના બરાબર હતી. જેમાં કેટરિના કૈફના ગુલશન ગ્રોવર સાથે કેટલાક સીન છે, જે આ સુધી બોલિવૂડના સૌથી વિવાદિત સીનમાંથી એક કહેવામાં આવે છે.

‘નિશબ્દ’
આ આખી ફિલ્મને ઇન્ડિયન ઑડિયન્સ દ્વારા પચાવવી મુશ્કેલ હતી ઓળખવા મુશ્કેલ હતા અને મોટેભાગે લોકો માટે ખૂબ જ વિવાદિત હતી. આ ફિલ્મને મૂલ્યો વિરુદ્ધ દર્શાવવામાં આવી અને ઘણાં લોકોએ તે સીન પર વિરોધ પણ કર્યો, જેમાં એક મિડેલ એજ વ્યક્તિ યંગ છોકરીને કિસ કરતો જોવા મળે છે.

‘ધ ડર્ટી પિક્ચર’
નસીરુદ્દીન શાહ, વિદ્યા બાલન અને ઇમરાન હાશમી સ્ટારર ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ સૌથી વિવાદીત ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ એક્ટ્રસ ‘સિલ્ક સ્મિતા’ની લાઇફ પર બેસ્ડ છે. ફિલ્મમાં વિદ્યા બાલન ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. જે વખતે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે ખૂબ જ વિવાદ થયો અને કહેવામાં આવ્યું કે, ‘આ પ્રકારની ફિલ્મો વાતાવરણ બગાડી શકે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *