અમદાવાદઃ તમે તમારા વોલેટમાં એવી ઘણી જ વસ્તુઓ રાખો છે, જે રાખવી સારી બાબત છે કે ખરાબ? તે તમને જાણ નથી. અનેકવાર અજાણતા પર્સમાં રાખેલી વસ્તુઓની ખરાબ અસર તમારા જીવન પર પડે છે. આજે અમે એવી જ કેટલીક વસ્તુઓ બતાવી જઈ રહ્યાં છીએ, જે તમારે ક્યારેય પર્સમાં રાખવી જોઈએ નહીં.
જૂના બિલઃ તમે જૂના બિલ સંભાળીને રાખવાના ચક્કરમાં તેને બીજે રાખવાને બદલે પર્સમાં જ સંભાળીને રાખો છે. જેની ખરાબ અસર તમારા જીવનમાં થાય છે. જેનાથી તમારી આવક થતી નથી. વાસ્તુમાં જૂની વસ્તુઓને પર્સમાં મૂકી રાખવાની આદતને સારી ગણવામાં આવતી નથી.
જૂની તસવીરોઃ અનેકવાર આપણે ઘરના વૃદ્ધ કે મોટા વ્યક્તિઓના આદરભાવને કારણે તેમના નિધન બાદ તેમની તસવીર પર્સમાં રાખીએ છીએ. તેની સીધી અસર આપણા અંગત જીવન પર ખોટી રીતે પડે છે.
કુળદેવી-દેવતાની તસવીરઃ આપણે શ્રદ્ધાથી આપણા કુળદેવી-દેવતાની તસવીર પર્સમાં રાખીએ છીએ. આ વાત યોગ્ય નથી. તેને બદલે તમારે જે-તે ભગવાનનું યંત્ર પર્સમાં રાખવું જોઈએ.
જૂના કાગળોઃ અનેકવાર આપણે પર્સમાં કેટલાંક જૂના કાગળો રાખતા હોઈએ છીએ. જે સારી વાત નથી. લક્ષ્મીજીને ગંદકી પસંદ નથી. આથી જ પર્સ હંમેશા સાફ રાખવું જોઈએ.