ભોજપુરી એક્ટ્રેસે પ્રેમ માટે કરી હત્યા, પ્રેમીની પત્ની સાથે જે કર્યું એવું કૃત્ય તો કોઈ ના કરે

Bollywood

ફતેહપુરમાં પ્રેમ પ્રસંગમાં નડતી પત્નીને ભોજપુરી એક્ટ્રેસે ગળું કાપીને મારી નાંખી છે પછી તે ત્યાં સૂઈ ગઈ હતી. મહિલાનો પતિ ભોજપુરી ફિલ્મનો ડિરેક્ટર છે. ગોરખપુરમાં એક આલ્બમના શૂટિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. ત્યાં બંનેને પ્રેમ થયો હતો.


યોગમાયાના ભાઈએ જણાવ્યું કે, તેના જીજાજી 5 દિવસ પહેલાં પોતાની પ્રેમિકા નેહા વર્માને ઘરે લઈ ગયા હતાં. ત્યારથી તે તેમની સાથે રહેતી હતી. આ વાત અંગે મારી બહેન અને જીજાજીમાં વિવાદ હતો. બે દિવસ પહેલાં જીજાજી કોઈ કામથી લખનઉ ગયા હતાં. રવિવારે નેહાએ મારી બહેનનું ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. પછી તે આરામાથી સૂઈ ગઈ હતી. સવારે જ્યારે યોગમાયાના દિયરને શંકા થઈ તો તેને રૂમની જોઈ હતી. તેણે યોગમાયાનો લોહીથી લથબથ શબ જોયો હતો. જે પછી તેણે પોલીસને માહિતી આપી હતી.


જ્યારે જોગમાયાના પતિ ઇન્દ્ર મોહન સવારે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે પ્રેમિકા સાથે મળીને શબને ઠેકાણે પાડવાનો પ્લાન બનાવ્યો હતો. પણ તે પહેલાં પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ અને બંનેની ધરપકડ કરી હતી. મહિલાના ભાઈ સત્ય પ્રકાશની તહરીર પર પોલીસે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.


આ ઘટના ખાગા વિસ્તારના ગુલરિયાપુર મજરા કૂરા ગામની છે. જ્યાં રવિવાર મોડી રાતે ઇન્દ્ર મોહન સિંહ રાજપુતની પત્ની યોગમાયા અને તેમની પ્રેમિકા નેહા વર્માનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી. આ પછી આરામથી ઘરે સૂતી હતી. પોલીસે યોગમાયાના શબને પોસ્ટમોર્ટમમાં મોકલી દીધો હતો.


મૃતકના પતિ ઇન્દ્ર મોહન સિંહ રાજપૂત ભોજપુરી ફિલ્મ માટે આલ્બમ બનાવે છે. આ કારણે તેમનું ગોરખપુર આવવા જવાનું થાય છે. આ દરમિયાન યુવતી નેહા વર્મા સાથે તેમની ગોરખપુરમાં મુલાકાત થઈ હતી. બંનેએ ઘણી ભોજપુરી ફિલ્મ માટે આલ્બમ તૈયાર કર્યા છે. પ્રેમિકા ગોરખપુરથી ઘણીવાર ફતેહપુર પ્રેમીના ગામ આવતી જતી હતી. આ અંગે પતિ-પત્નીમાં વિવાદ ચાલતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *