ભીના કપડાંમાં ધાર્મિક પરિક્રમાથી મળે છે આ લાભ, જાણો વૈજ્ઞાનિક કારણો

Religion

તમે અનેક વાર મંદિર જાઓ છો ત્યારે નોટિસ કર્યું હશે કે પૂજારીઓ ખાસ કરીને મંદિરની પરિક્રમા કરે છે ત્યારે તેઓએ ભીના વસ્ત્રો લપેટીને રાખ્યા હોય છે. આ સિવાય જ્યારે કોઇ સંઘના ભક્તો પણ પગપાળા યાત્રા કરે છે ત્યારે તેઓ ભીનું કપડું લપેટીને રાખે છે. આ સિવાય પ્રાચીન મંદિરોમાં કૂઓ કે કોઇ જળાશય હોય છે, તેની પણ પરિક્રમા કરવામાં આવે છે. તે એક ખાસ દિશામાં કરવામાં આવે છે. તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ હોય છે.

જાણો અન્ય વૈજ્ઞાનિક કારણો

  • પ્રદક્ષિણાનો અર્થ છે પરિક્રમા કરવી. ઉત્તર દિશામાં પ્રદક્ષિણા ઘડિયાળની દિશામાં કરવામાં આવે છે. આ ધરતીના ગોળાર્ધમાં એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જો નળની ટોટી ખોલીને તમે ધ્યાનથી જોશો તો પાણી હંમેશા ઘડિયાળના કાંટાની દિશામાં ફરીને બહાર આવે છે. તમે દક્ષિણ ગોળાર્ધમાં જતા રહો છો તો પાણી પણ નળની ટોટીમાં ઊંધી દિશામાં બહાર આવે છે. વાત ફક્ત પાણીની નથી પણ આખું ઉર્જાતંત્ર એ જ રીતે કામ કરે છે.
  • ઉત્તરી ગોળાર્ધમાં જો કોઇ શક્તિ સ્થાન છે તો તમે આ સ્થાનની ઉર્જાને ગ્રહણ કરવા ઇચ્છો છો તો તમે ઘડિયાળના કાંટા પ્રમાણે તેને ચારેતરફ અને પરિક્રમા કરવી જોઇએ.જ્યારે તમે ઘડિયાળની દિશામાં ફરો છો તો તમે ખાસ પ્રાકૃતિક શક્તિઓની સાથે ફરે છે.
  • કોઇપણ પ્રતિષ્ઠિત સ્થાન એક ભવરમાં કામ કરે છે, તેમાં એક કંપન હોય છે અને તે પોતાની તરફ ખેંચતું રહે છે. બંને રીતે ઇશ્વરીય શક્તિઓ અને આપણી વચ્ચે અંતરતમનો સંપર્ક બન્યો રહે છે. ઘડિયાળના કાંટાની દિશા કોઇ પ્રતિષ્ઠિત સ્થાનની પરિક્રમા કરવાની સંભાવનાને ગ્રહણ કરવાની સરળ રીત છે. ખાસ કરીને ભૂમધ્ય રેખાથી 33 ડિગ્રી અક્ષાંશ સુધી તે વધારે તીવ્ર હોય છે, આ એ જગ્યા છે જ્યાં વધારે ફાયદો મળી શકે છે.
  • જો તમે વધારે ફાયદો લેવા ઇચ્છો છો તો તમે વાળ પણ ભીના રાખી શકો છો. આ રીતે વધારે ફાયદો લેવા કપડાં ભીના હોય તે આવશ્યક છે. તમે ખૂબ જ વધારે ફાયદો ઇચ્છો છો તો નગ્ન અવસ્થામાં પરિક્રમા કરવી જોઇએ. ભીના કપડાં પહેરીને પરિક્રમા કરવી એ નગ્ન પરિક્રમા કરતાં સારું છે.
  • તેનું કારણ છે કે પરિક્રમા સમયે શરીર ઝડપથી સૂકાઇ જાય છે. કપડાં વધારે સમય ભીના રહે છે. તેવામાં શક્તિ સ્થાનની પરિક્રમા ભીના કપડાંમા કરવું સારું ગણાય છે. આ રીતે તમે તે સ્થાનની ઉર્જાને સૌથી સારી રીતે ગ્રહણ કરી શકો છો.
  • આ જ કારણ છે કે પહેલાં દરેક મંદિરમાં જળકૂંડ રહેતા. તેને કલ્યાણી કહેવામાં આવતા. માન્યતા છે કે પહેલાં તમે કલ્યાણીમાં એક ડુબકી લગાવવી અને પછી તે જ ભીના કપડાંમાં મંદિરની પરિક્રમા કરવી. તેનાથી તમે તે પ્રતિષ્ઠિત જગ્યાની ઉર્જાને સારી રીતે ગ્રહણ કરી શકો. આજે કલ્યાણી સૂકાઇ રહી છે અથવા તો ગંદી થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205