BMW કાર મંડપ સુધી ન પહોંચતા વરરાજાનો ઈગો હર્ટ થયો, પછી ન થવાનું થયું

Gujarat

એક ખૂબ જ શોકિંગ અને માનવામાં ન આવે એવો કિસ્સો સામે આવ્યો છે. આણંદમાં વિદાઈ વખતે મંડપ સુધી જવાનો રસ્તો સાંકળો હોવાથી વરરાજાની BMW કાર માંડવે પહોંચી શકી નહોતી. આથી વરરાજાને ગુસ્સો આવી ગયો હતો. એટલું જ નહીં સાવ આવી નાની વાતમાં વરરાજાએ કન્યાને લીધા વગર ચાલતી પકડી હતી. બે દિવસ પહેલાની આ ઘટના છે. હજી પિતા વિનાની કન્યા વરરાજાની રાહ જોઈ રહી છે. ભાઈએ જમીન ગીરવે મૂકીને બહેનના લગ્ન કરાવ્યા હતા.

આ હચમચાવી દેતી ઘટનાની વિગત એવી છે કે ધ્રુવેશ નામનો યુવાન BMW કાર લઈને આણંદમાં પરણવા ગયો હતો. લગ્ન શાંતિથી સંપન્ન થઈ ગયા હતા. જ્યાં લગ્ન હતા એ મંડપ સુધી જવાનો રસ્તો સાંકળો હતો. વિદાઈ વખતે માંડવા સુધી BMW કાર પહોંચી શકે એમ નહોતી, આથી વરરાજાનો અહમ ઘવાયો હતો. વરરાજા નવવધૂને લીધા વિના પરત ફર્યા હતા.

મામલો બહાર આવતાં શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ સમગ્ર મામલો હવે જય ભારતી ફાઉન્ડેશનમાં પહોંચ્યો છે. જ્યાં વરરાજાએ દહેજમાં 2 લાખ રૂપિયા અને બાઈક માંગી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કન્યાએ હજુ આશા છોડી નથી. પિતા વિનાની આ દીકરીના લગ્ન માટે ભાઈએ પોતાની જમીન ગીરવે મુકી હતી. આમ છતાં વરરાજા નવવધૂને લીધા વિના પરત ફર્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ જય ભારતી ફાઉન્ડેશન દ્વારા નવવધૂને તેનો પતિ હસતાં મુખે લઈ જાય તેવા પ્રત્યનો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ લોકો વરરાજાની આ હરકતને વખોડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *