અમદાવાદની યુવતીને શાદી ડોટકોમ પરથી મુરતિયો શીધને લગ્ન કરવા ભારે પડ્યા

Gujarat

અમદાવાદમાં એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. આફ્રીકન પોર્ન જોઇને યુવકે શાદી ડોટકોમ પરથી એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ત્રણ મહિના બાદ યુવકે પોત પ્રકાશ્યું હતું. એટલું જ નહીં અવાર નવાર તે યુવતીને કાળી હોવા અંગે મહેણા મારતો રહેતો હતો. એટલું જ નહીં યુવક નફ્ફટ થઈને કહેતો કે તું તો આફ્રીકન જેવી છે પરંતુ આફ્રીકનો જેવી મજા નથી આપતી, ધર્મનું પાલન પણ કરતી નથી.


પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના ઇસનપુરમાં રહેતી 36 વર્ષીય પરિણીતા તેના માતા પિતા સાથે રહે છે. ઓનલાઇન શાદી.કોમના માધ્યમથી બંન્ને સંપર્કમાં આવ્યા હતા. માર્ચ 2021 ના રોજ વિંઝોલ ગામના રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.


ત્રણ મહિના બાદ પતિએ રંગ મુદ્દે પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. અવાર નવાર તે યુવતીને શ્યામ હોવા અંગે મહેણા મારતો રહેતો હતો. તેણે કહ્યું કે, હું ગોરો છું અને સ્માર્ટ છું પરંતુ તું તો શ્યામ છે અને જરા પણ સેક્સી નથી. આવું કહીને વારંવાર પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.


પતિ કહેતો ટોયલેટ બાદ પણ ન્હાવું પડશે, માતા ઓમશાંતિનો ધર્મ પાળે છે
અવારનવાર આ રીતે સાસરીયાં હેરાન પરેશાન કરતા હતા. સાથે પતિ કહેતો, ઘરમાં મારી માતા અને બહેન ઓમ શાંતિનો ધર્મ પાળે છે જેથી નાહ્યા બાદ જ રસોડામાં જવાનું તેમજ ટોયલેટ ગયા બાદ પણ નહાવાનું એમ કહેતા હતા. પરિણીતાએ, ‘બને એટલા નિયમ પાળીશું’ કહેતા સાસુ-સસરા તેમજ પતિએ બોલાચાલી કરી હતી.


સવારે 3 વાગે ઉઠીને પતિ માટે ટિફિન બનાવવાનું
પતિ કહેતો, ઘરમાં મારી માતા અને બહેન ઓમ શાંતિનો ધર્મ પાળે છે, જેથી નાહ્યા બાદ જ રસોડામાં જવાનું તેમજ ટોયલેટ ગયા બાદ પણ નહાવાનું. જોકે વહેલા સવારે ત્રણ વાગ્યે પતિને નોકરીએ જવાનું હોય આટલા વહેલા ઉઠીને ટિફિન બનાવવા માટે પહેલા નાહવા જવાનું. આમ અવારનવાર સાસરિયા ઝઘડો કરતા હતા. લગ્નમાં ખર્ચો થઈ જતા દેવું થઈ ગયું હોવાથી પિયરમાંથી પૈસા લાવવાનું કહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205