દેરાણી-જેઠાણીએ કર્યો હતો જબરજસ્ત ડાન્સ, નીતા-ટીના અંબાણીની જોડીએ મચાવી હતી ધમાલ

Bollywood Feature Right

ધીરૂભાઈ અંબાણીની બે પુત્રો છે મોટા મુકેશ અંબાણી અને નાના અનિલ અંબાણી. આ માટે નીતા અંબાણી જેઠાણી છે તો ટીના અંબાણી દેરાણી છે. જે પરિવારના દરેક પ્રસંગે સાથે જોવા મળે છે. તે પછી અવસર લગ્નનો હોય કે પછી કોઈ તહેવાર હોય. એક વીડિયોમાં દેરાણી-જેઠાણી એટલે ટીના અને નીતા અંબાણી સ્ટેજ પર સાથે ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં.

ઈશાના લગ્નમાં કર્યો હતો સાથે ડાન્સ
આ જશ્ન મુકેશ અંબાણીના પરિવારમાં થયેલ પહેલા લગ્નનો છે. એટલે ઈશા અંબાણીના લગ્નનો છે જે 12 ડિસેમ્બર 2018માં યોજાયા હતાં. આ લગ્નમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ પહોંચી હતી. જેમાં હિલેરી ક્લિંટન પણ સામેલ થઈ હતી જ્યારે તમામ મહેમાનોની નજર સમક્ષ અંબાણી પરિવારે ડાન્સ કર્યો હતો. ત્યાર બાદ નીતા અંબાણી અને ટીના અંબાણીએ મહેમાની સામે ડાન્સ કર્યો હતો. જેમાં બહુ જ ખુશસુરત ડાન્સ કર્યો હતો.

આ વાત બધાં લોકો જાણે છે કે ટીના અંબાણી સારી અભિનેત્રી રહી ચૂકી છે જ્યારે નીતા અંબાણી પણ ક્લાસિકલ ડાન્સ શીખી ચૂકી છે. એટલા માટે બન્ને ડાન્સમાં માહિર છે અને જ્યારે પણ ડાન્સ કરે છે તો બહુ જ સુંદરતાથી કરે છે.

દરેક અવસર પર સાથે જોવા મળે છે આ પરિવાર
ભલે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીમાં મતભેદ થયો હોય પરંતુ આ બધું ભુલાવીને આ પરિવાર એકસાથે છે અને એક બીજાની ખુશીઓથી લઈને ગમ સુધી બધું ભુલાવીને એકસાથે એન્જોય કરતાં જોવા મળે છે અને તેમની આ તસવીરો પણ ઘણીવાર સામે આવે છે. આકાશ-શ્લોકા હોય કે પછી ઈશા અને આનંદ ટીના અંબાણી તેમના જીવનના ખાસ અવસર પર તેમને શુભેચ્છા આપવાનું ભૂલતી નથી.

પરંતુ નીતા અને ટીના અંબાણી એકસાથે હોય તેવી તસવીરો બહુ જ ઓછી છે. એટલા માટે આ વીડિયોને ખાસ માનવામાં આવે છે. જેમાં ટીના અને નીતા અંબાણએ સુંદર ડાન્સ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/recaptchalib_v2.php) is not within the allowed path(s): (/www/wwwroot/lovelygujarat.com/:/tmp/) in /www/wwwroot/lovelygujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_Plugin.php on line 205