એશની ભાભીની ડિલિવરી બાદ પેટ ને સાથળ પરની ચરબી નહોતી ઘટતી, આ ટ્રિકથી થઈ ફિટ

Bollywood

ઐશ્વર્યા રાયની પ્રેગ્નન્સી, ડિલિવરી અને પેરેન્ટિંગ વિશે દરેક લોકો જાણે છે, પણ આજે અમે તમને તેમની ભાભી શ્રીમા રાયની પ્રેગ્નન્સીના એક્સપિરિયન્સ વિશે અને વેઇટ લોસની જર્ની વિશે જણાવી રહ્યા છીએ. શ્રીમાને બે બાળકો છે અને તેમના લગ્ન ઘણાં વર્ષ પહેલાં થયાં હતાં. થોડા સમય પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર શ્રીમાએ તેમની પ્રેગ્નન્સીનો એક્સપિરિયન્સ શેર કર્યો હતો.

કેવી રીતે થઈ હતી ડિલિવરી
શ્રીમા રાયની બંને વાર નોર્મલ ડિલિવરી થઈ હતી અને પહેલી પ્રેગ્નન્સીના ટાઇમે તેમનું 12 કિલો વજન વધી ગયું હતું. શ્રીમાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર જણાવ્યું હતું કે, આ પ્રેગ્નન્સી વેઇટ ઘટાડવા માટે તેમણે હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ લીધી અને જંક ફૂડથી દૂરી રાખી હતી, પણ બીજી પ્રેગ્નન્સીમાં તેમના હોર્મન્સમાં બદલાવ આવ્યો હતો. હવે તેમની ઉંમર પહેલાં કરતાં વધારે હતી.

શું થયું સેકન્ડ પ્રેગ્નન્સીમાં
શ્રીમાએ પોતાની પોસ્ટ દ્વારા જણાવ્યું કે, સેકન્ડ પ્રેગ્નન્સી પછી તેમની જવાબદારી વધી ગઈ હતી અને તેમને બે બાળકો સંભાળવા પડતાં હતાં. તેમણે અનુભવ્યું કે, તેમની બોડી બદલાઈ ગઈ છે અને પેટ અને જાંઘ પરથી ફેટ સરળતાથી ઘટી રહ્યો નથી અને તેમનું આખું શરીર ઢીલું થઈ ગયું છે. શ્રીમા જણાવ્યું કે, જો તે વર્કઆઉટ ના કરેત અને પોતાના ડાયટમાં જરૂરી બદલાવ ના કરેત, તે તેમનો વજન ક્યારેય ઘટેત નહીં.

ન્યૂયોર્કની કોરનેલ યુનિવર્સિટીમાં મેટરનલ એન્ડ ચાઇલ્ડ ન્યુટ્રિશિયન પ્રોફેસર કૈથલીન રૈસમુસેને કહ્યું છે કે, ‘અધ્યયનોમાં સામે આવ્યું છે કે, ડિલિવરી પછી ઘણી મહિલાઓનું કેટલાક કિલો વજન વધી જાય છે અને તેમાં એક તૃતિયાંશ મહિલા જ ડિલિવરી એક વર્ષ પછી 5 કિલો અથવા તેનાથી વધારે વજન ઘટાડી શકે છે. ઘણી મહિલા બાળકને જન્મ આપ્યા પછી 1થી2 કિલો વજન જ ઘટાડે છે.

પ્રેગ્નન્સી વેઇટને લીધે માને હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસ સહિતની દીર્ધકાલિક સ્થિતીઓનો ખતરો હોઇ શકે છે. પ્રેગ્નન્સી વેઇટ ઓછું કરવાથી મા અને શિશુ બંનેને ફાયદો થાય છે.

દરેક સાથે આવું થાય છે: જો તમે પણ મા બની ચૂક્યા છો, તો શ્રીમાની વાત સમજી શકો છો. જે રીતે ડિલિવરી પછી તે પોતાની બોડીમાં આવેલાં બદલાવ જોઈને હેરાન થઈ ગઈ હતી, આવું ઘણી મહિલા સાથે થતું હશે.

ડિલિવરી પછી પોતાનું બોડી શેપમાં લાવવા માટે મહિલા દરેક સંભવ પ્રયત્ન કરે છે, પણ જ્યારે સારું રિઝલ્ટ મળતું નથી ત્યારે તે હિંમત હારી જાય છે અને ડાયટ સાથે-સાથે એક્સરસાઇઝ પણ બંધ કરી દે છે. પ્રેગ્નન્સી વેઇટ ઓછું કરવા માટે તમારે કેટલીક વાતો સમજવી પડશે. જેવી કે જો તમને કોઈ એક પ્રકારના વર્કઆઉટ અથવા એક્સરસાઇઝ રુટીનથી ફાયદો થતો નથી તો તેને બદલીને જુઓ. ડાયટ કંટ્રોલ કર્યા વગર પોતાનું વજન ઘટાડી શકશો નહીં. એટલે ખાવા પર ધ્યાન આપવું. માત્ર હેલ્થી વસ્તુ ખાવી અને એક જ વારમાં ધરાઈને ખાવાની જગ્યાએ ધીમે-ધીમે કરીને ખાવું. જેથી પેટ પણ ભર્યું રહે અને શરીરની એનર્જી પણ મળતી રહે. જંક ફૂડ, તળેલું, પેકેટમાં મળતી વસ્તુ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું બંધ કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *