‘મર્ડર ગર્લ’ મલ્લિકા શેરાવત પાસે અમેરિકામાં છે શાનદાર વિલા, જુઓ ફોટો

Bollywood

એક્ટ્રસ મલ્લિકા શેરાવત અત્યારે લૉસ એન્જલસમાં છે. અહીંથી તે સતત ફોટો અને વીડિયો શેર કરી રહી છે. હાલમાં જ તેમણે પોતાના શાનદાર વિલાની એક ઝલક બતાવી છે. જેમાં તેમનો ગાર્ડન અને પુલ જોઈ શકાય છે.

મલ્લિકાએ વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના ડૉગ સાથે રમતી દેખાય છે અને પુલ કિનારે ચિલ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતાં તેમણે #happiness #positivemindset #joyinthejourney #confidence #positivemind સહિતના હેશટેહ લખ્યા હતાં.

વીડિયોમાં મલ્લિકા મલ્ટીકલર ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. વીડિયોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. મલ્લિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે, મલ્લિકા છેલ્લાં અઢી મહિનાથી લોસ એન્જલસમાં રહે છે. તે પોતાના ઘરના આઉટડોર એરિયાના ફોટો શેર કરે છે. વર્ષ 2013માં મલ્લિકાએ લોસ એન્જલસમાં મૂવ કરવાની વાતચીત કરી હતી.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, ‘મેં લોસ એન્જલસ અને ભારત વચ્ચે પોતાનો સમય વહેંચવાનો નિર્ણય કર્યો છે. હવે મલ્લિકા થોડોક સમય ભારતમાં અને થોડોક સમય અમેરિકામાં પસાર કરવા માગે છે.’

મલ્લિકા શેરાવત ‘મર્ડર’, ‘વેલકમ’, ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ’, ‘આપ કા સુરુર’ સહિતની ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. ફિલ્મ ‘મર્ડર’થી તેમને ખાસ ઓળખ મળી છે.

વર્ષ 2019માં મલ્લિકાએ ઑલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘બૂ સબકી ફટેગી’થી ડિજિટલ ડેબ્યુ કર્યું હતું. જેમાં તુષાર કપૂર પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. મલ્લિકાના અપકમિંગ પ્રોજેક્ટ રજત કપૂરના Rk/RKay છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *