કારનો દરવાજો ખોલતાં જ એક વૃદ્ધ મહિલાએ મલાઈકા અરોરા પાસે માંગ્યા રૂપિયા

Bollywood

મુંબઈ: કોરોના મહામારી વચ્ચે હવે ધીરે ધીરે બોલિવૂડ સેલેબ્સ તેમના કામથી ઘરની બહાર નીકળી રહ્યા છે. એવામાં રવિવારે મલાઈકા અરોરા તેની બહેન અમૃતા અરોરા, જીજાજી શકીલ લડાક અને તેમના બાળકો સાથે જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, મલાઈકા પરિવાર સાથે તેમના માતા-પિતાને મળવા પહોંચી હતી. આ દરમિયાન મલાઈકા તેમની કારમાંથી ઊતરી રહી હતી ત્યારે એક ગરીબ વૃદ્ધ મહિલા તેમની પાસે પહોંચી હતી.

મલાઈકાએ જેવો કારનો દરવાજો ખોલ્યો ત્યારે ગરીબ વૃદ્ધ મહિલાએ તેમની પાસે પૈસા માગ્યા. જેને લીધે મલાઈકાનું દિલ પીગળી ગયું. મલાઈકાએ તરત જ 500 રુપિયાની નોટ કાઢી અને વૃદ્ધ મહિલાને આપી દીધી.

આ પછી તે ગરીબ મહિલાએ મલાઈકાને આશીર્વાદ આપ્યા અને હાથ જોડી પ્રણામ કર્યું. આ પછી તે મહિલા ત્યાંથી જતી રહી હતી. જોકે, આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરાના માતા-પિતા બાંદ્રામાં રહે છે. મલાઈકાની મા જૉયસ પૉલીકાર્પ મલયાલી કૈથોલિક છે, જ્યારે તેમના પિતા અનિલ અરોરા મૂળ પંજાબી છે.

મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા પણ, વર્ષ 2017માં તેમના છૂટાછેડા થઇ ગયા હતા. અરબાજ અને મલાઈકાને એક દીકરો છે જેનું નામ અરહાન છે.

તો મલાઈકાની બહેન અમૃતા અરોરાએ બિઝનેસમેન શકીલ લડાક સાથે લગ્ન કર્યા છે. તેમણે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. આ કપલને બે બાળકો પણ છે. મોટા દીકરાનું નામ અજાન અને નાના દીકરાનું નામ રયાન છે.

અમૃતા અરોરા પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી છે. તેમણે ફિલ્મ ‘કિતને દૂર કિતને પાસ’, ‘આવારા પાગલ દિવાના’, ‘જમીન’, ‘શર્ત’, ‘ગર્લફ્રેન્ડ’, ‘રક્ત’, ‘ફાઈટ ક્લબ’, ‘હે બેબી’, ‘સ્પીડ’, ‘રાખ’, ‘ગોલમાલ રિટર્ન્સ’ અને ‘કમ્બખ્ત ઈશ્ક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

બહેન અમૃતા, જીજાજી શકીલ અને તેમના બાળકો સાથે મલાઈકા અરોરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *