શ્રીની મોટી દીકરી આ હીરોની બની નવી પડોશણ, ખરીદી લીધો છે આખો ફ્લોર

Bollywood

મુંબઈઃ એક્ટ્રસ જાહ્નવી કપૂર મુંબઈના જુહૂમાં ખરીદેલા નવા ઘરને લીધે ચર્ચામાં છે. કહેવામાં આવે છે કે, હવે તે અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, અનિલ કપૂર અને પરેશ રાવલ જેવા વરિષ્ઠ કલાકારોની પાડોશમાં આવી ગઈ છે, પણ એક રિપોર્ટમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જાહ્નવીએ બિલ્ડિંગના ત્રણ ફ્લોર નહીં પણ એક જ ફ્લોર ખરીદ્યો છે અને તે આ બિલ્ડિંગમાં પોતાના એક નજીકના કૉ-સ્ટારને ફોલો કરી પહોંચી છે, જેમને આ બિલ્ડિંગમાં લગભગ 6 મહિના પહેલાં જ ઘર ખરીદ્યું હતું.

આ ફોટો અરાયા નામની બ્લિડિંગનો છે. મુંબઈના પૉશ વિસ્તારમાં ગણાતાં જુહૂ સ્થિત આ બિલ્ડિંગના ત્રણ ફ્લેટ જાહ્નવીએ ખરીદ્યા છે. એવી ચર્ચા છે કે, આ બિલ્ડિંગમાં જાહ્નવીએ 14મો, 15મો અને 16મો ફ્લોર ખરીદ્યો છે, પણ હકિકતમાં આ બિલ્ડિંગ 14 ફ્લોરની જ છે.

જાહ્નવી કપૂરે 14માં ફ્લોર પર ત્રણ ફ્લેટ 39 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. જાહ્નવીના આ બિલ્ડિંગની આસપાસ શત્રુઘ્ન સિન્હા, પરેશ રાવલ, અનિલ કપૂર, અમિતાભ બચ્ચન સહિતના કલાકારોના ઘર છે. જાહ્નવી જે કોસ્ટારની પાડોશી બની છે તેમની સાથે લૉકડાઉન પહેલાં એક ફિલ્મનું શૂટિંગ કર્યું છે.

જાહ્નવી જે એક્ટર પાછળ આ બિલ્ડિંગમાં આવી છે તે એક્ટર છે રાજકુમાર રાવ. રાજકુમાર રાવે પણ આ બિલ્ડિંગમાં બે ફ્લેટ ખરીદ્યા છે. 11માં ફ્લોર પર બંને ફ્લેટ ખરીદ્યા તેને લગભગ 6 મહિના થઈ ગયા છે અને અત્યારે ઇન્ટેરિઅરનું કામ રાજકુમાર કરાવી રહ્યા છે. જે કામ હવે લગભગ પુરુ થવાનું છે અને હોળીના તહેવારે રાજકુમાર રાવ લગભગ તેમના નવા ઘરમાં રહેવા જઈ શકે છે. જોકે, થોડાં સમયમાં જાહ્નવીના ત્રણ ફ્લેટમાં ઇન્ટેરિઅરનું કામ શરૂ થશે અને તેમને આ ફ્લેટમાં રહેવા આવતાં ઘણાં મહિના લાગી શકે છે.

જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ બંનેએ કરોના લૉકડાઉન પહેલાં સાથે ‘રુહી’ ફિલ્મનું શૂટિંગ પુરું કર્યું હતું. અત્યારે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. નિર્માતાઓએ આ ફિલ્મ રિલીઝની જાહેરાત અત્યાર સુધી કરી નથી. ફિલ્મનું નામ અત્યાર સુધી ઘણીવાર ત્રણવાર બદલવામાં આવ્યું છે. ‘રુહ અફઝા’ના નામથી ફિલ્મ શરૂ થયેલી ફિલ્મનું નામ પહેલાં ‘રુહી અફઝા’ કર્યું અને આ પછી ‘રુહી અફઝાના’ નામ રાખ્યું હતું.

આ ફિલ્મના નિર્માત દિનેશ વિઝન અને નિર્દેશક હાર્દીક મહેતા છે. હાર્દિકે હિન્દી સિનેમામાં ખૂબ જ કામ કર્યું છે, પણ જે ફિલ્મનું નામ લઈ દરેકને યાદ આવશે તે છે સંજય મિશ્રા સ્ટાર ‘હર કિસી કે હિસ્સે મેં કામયાબ’. હાર્દિકે આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત ચર્ચિત વેબ સિરીઝ ‘પાતાલ લોક’ના તે સહ લેખક પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *