ઓળખ છુપાવીને આ મુસ્લિમે જાણીતી ટીવી એક્ટ્રેસ સાથે કર્યા નિકાહ, હવે રોજ કરે છે મારપીટ

Bollywood

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ પ્રિટી તલરેજાએ પોતાના પતિ અભિજીત પેટકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પ્રિટીએ માત્ર પતિ પર મારપીટનો આક્ષેપ જ નથી મૂક્યો પરંતુ ધર્માતરણ, શારીરિક તથા માનસિક શોષણનો આક્ષેપ પણ મૂક્યો છે. પ્રિટીએ સોશિયલ મીડિયામાં ડોમેસ્ટિક વાયોલન્સ અંગે વાત કરી હતી.

પ્રિટીએ કહ્યું હતું કે આ પહેલાં તે મુંબઈ પોલીસ પાસે પોતાની ફરિયાદ લઈને ગઈ હતી. જોકે, પોલીસે તેની વાત સાંભળીનહોતી. પછી તેણે સોશિયલ મીડિયામાં સીએમ ઉદ્ધવ ઠાકરે, પીએમઓને ટૅગ કરીને પોતાની આપવીતી શૅર કરી હતી. જોકે, હવે ખડકપાડા કલ્યાણ પોલીસે પ્રિટીની ફરિયાદ લઈને પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદની કોપી સુમન હોલેએ શૅર કરી છે.

ઉલ્લેખનીય છે કે પ્રિટીએ અભિજીત પેટકર નામની વ્યક્તિ સાથે ત્રણ વર્ષ પહેલાં નિકાહ કર્યાં હતાં. પ્રિટીએ કહ્યું હતું કે તેનો પતિ મુસ્લિમ છે અને તેથી જ તેમણે મસ્જિદમાં નિકાહ કર્યાં હતાં. મુસ્લિમ લૉ હેઠળ તેમને નિકાહનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું નહોતું. હવે અભિજીત પત્ની પ્રિટીને ધર્મ બદલવાનું કહીને મારપીટ કરે છે.

પ્રિટીએ કહ્યું હતું કે તેના પતિએ કહ્યું હતું કે તે મુસ્લિમ છે પરંતુ તેની પાસે ધર્મ પરિવર્તનનો કોઈ દસ્તાવેજ નથી. તે લીગલ ડોક્યૂમેન્ટ્સમાં આજે પણ પોતાનું નામ અભિજીત પેટકર લખે છે. તેણે ત્રણ વર્ષ સુધી પ્રેમના નામ પર છેતરપિંડી કરી છે.

પ્રિટી તલરેજાએ અભિજીત સાથે બીજા લગ્ન કર્યાં છે. તેને પહેલાં લગ્નથી એક દીકરી છે. પતિથી ડિવોર્સ લીધા બાદ પ્રિટીને અભિજીત પ્રત્યે પ્રેમ થયો હતો અને બંનેએ લગ્ન કર્યાં હતાં. જોકે, તેમના લગ્ન નકલી હતાં, તેવો દાવો પ્રિટીએ કર્યો છે. તેણે કહ્યું હતું કે આ લગ્નની ગોઠવણ અભિજીતના મિત્રોએ કરી હતી અને તેથી જ તેની પાસે લગ્નનું કોઈ સર્ટિફિકેટ નથી. તેનો પતિ તેને રાક્ષસની જેમ મારે છે. આટલું જ નહીં તેની દીકરીને પણ માર મારે છે. તેના પરિવારને નુકસાન પહોંચાડવાની ખુલ્લી ધમકી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *