નવી દિલ્હીઃ મનપસંદ લાઈફ પાર્ટનર મળી જાય તો જીવન ઘણી જ સહજતાથી પસાર થી જતું હોય છે. લગ્નમાં યુવક કે યુવતી કોઈ જોખમ લેવા માગતા હોતા નથી. આથી જ તેઓ મનગમતા પાત્ર સાથે લગ્ન કરવા માગે છે, જેથી આગળ જતાં લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી સર્જાય નહીં.
આજે અમે એક એવી મોડલ અંગે વાત કરીશું, તે પોતાના મનપસંદ યુવક સાથે લગ્ન કરવા તૈયાર છે. વિશ્વની જાણીતી મોડલ 65 કરોડ રૂપિયાની માલકણ છે. આ કરોડપતિ મોડલ ભારતીય યુવક સાથે લગ્ન કરવા માગે છે. તે પોતાની તમામ મિલકત આ યુવકના નામે કરવા તૈયાર છે, બસ તેણે આ એક નાનકડી શરત માનવી પડશે.
અમે વાત કરી રહ્યાં છીએ, રશિયામાં રહેતી એના મોડલની. એનાને લગ્ન કરવા છે પણ તે માત્ર ભારતીય યુવક સાથે. એનાની શરત છે કે જો તેને કોઈ ભારતીય યુવક ગમી જાય અને તે તેની સાથે લગ્ન કરી લે તો તે પોતાની તમામ સંપત્તિ પતિને આપવા તૈયાર છે.
એના પ્લસ સાઈઝ મોડલ છે. તે વિશ્વભરમાં ઘણી જ લોકપ્રિય છે. એના પોતાનું વજન ઘટાડી રહી છે અને તેણે વર્કઆઉટ તથા ડાયટ પણ શરૂ કરી દીધું છે. એનાને ભારતીય યુવકોનો અંદાજ ઘણો જ પસંદ છે. મોડલિંગમાં ઘણીવાર એના અનેક ભારતીય યુવકોને મળી છે.
એના માને છે કે ભારતીય યુવકો સારા કામ તથા પોતાની સમજણશક્તિ માટે પૂરી દુનિયામાં લોકપ્રિય છે. આ જ કારણથી એના ભારતીય સાથે લગ્ન કરવા માગે છે. તેણે ભારતીય યુવકની શોધ કરવાની પણ શરૂ કરી દીધી છે. એના ઈચ્છે છે કે તે જે પણ ભારતીય સાથે લગ્ન કરે તે તેને દિલથી પ્રેમ કરે. હવે જોવાનું એ છે કે એનાના નસીબમાં કયો ભારતીય યુવક લખાયેલો છે.