પિત્ઝા-બર્ગરના શોખીન 92 કિલોના છોકરાએ થોડાંક જ મહિનામાં ઘટાડ્યું 27 કિલો વજન

Featured Health

દોસ્તો, લોકડાઉનને કારણે તમે પણ વજન વધવાની સમસ્યાથી પણ પરેશાન છો, તો તમારે વજન ઘટાડવાની પ્રેરણા લેવી જોઈએ. દુનિયામાં ઘણા સફળ લોકો છે જે એક સમયે ભારે વજન ધરાવતા હતા પરંતુ આજે તેઓ સુપર ફીટ છે. મોટા-મોટા બ્રાન્ડ્સ તેમને ફિટનેસ માટે સેલેબ તરીકે લે છે. તેમની જીવનશૈલી બીજા માટે પ્રેરણારૂપ છે. યાદ રાખો, સ્વાસ્થ્ય એ ધન છે! કેમ નહી વજન ઘટાડીને સ્વસ્થ થયેલાં લોકોની કહાનીઓ સંભળાવીએ. એવી સ્ટોરીઓ જેના દ્વારા લોકો ખૂબ પ્રભાવિત થાય છે. આજની અમારી વેઈટ લોસની જાદુઈ સ્ટોરી સીરિઝમાં 6 સપ્તાહમાં 6 કિલો વજન ઘટાડવાવાળા એક છોકરાની ફિટનેસ જર્ની વિશે જણાવવવાનાં છીએ. આ છોકરાનું વજન એક સમયે 96 કિલો હતું પરંતુ આજે તે 66 કિલો થઈ ગયું છે.

આ છે મૃદુલ રાજપૂત જે ખાવાનો ખૂબ શોખીન રહ્યો છે. તેણે પોતાની સ્ટોરી mensxp.com પર શેર કરી છે. મૃદુલ જંક ફૂડથી લઈને મસાલેદાર જે પણ મન થાય તે બધું જ ખાતો હતો. ખૂબ ખાવ અને જીવો જ તેનો જીવનમંત્ર હતો. તેની લાઈફ સ્ટાઈલ બહુ સક્રિય નહોતી. તેથી તેમનું વજન ધીમે ધીમે વધતું ગયું. એક સમય એવો આવ્યો જ્યારે મૃદુલ લગભગ 92 કિલોગ્રામનો થઈ ગયો.

ત્યારબાદ તેના નાના ભાઈ હિતેન્દ્રએ તેને ફિટનેસની સલાહ આપી હતી. પછી મૃદુલે ધીમે-ધીમે વજન ઘટાડવા અને વજન વધારવા વિશેની માહિતી લેવાનું શરૂ કર્યું અને શરીરને સક્રિય રાખવા માટે પહેલાં જીમ જોઈન કર્યુ. તેણે ઇન્ટરનેટ પર ઘણા બધા વિડિઓઝ જોયા. તેનાંથી તેને સમજાયુકે તેની ફૂડી હોવાની આદત જ હેવી વેટનું કારણ છે. પછી શું તેણે ડાયટિંગની જીદ પકડી.

મૃદુલે વજન ઘટાડવા માટે સૌથી પહેલાં ડાયટને ફિક્સ કર્યુ. હું જે પણ ન્યૂટ્રિશન અને મેક્રો લેતો હતો તે સોલિડ ફૂડસથી જ લેતો હતો જેનાંથી મને મારામાં ઘણો ફરક દેખાયો હતો. મે લગભગ 45 દિવસમાં મારું 6 કિલો વજન ઉતાર્યુ હતુ. હું 92 કિલોમાંથી 86 કિલો સુધી આવી ગયો હતો. તેની તસવીરોમાં ફરક દેખાય છે.

તેના શરીરમાં ચરબી લગભગ 38 ટકા હતી. તે સમયે, તેમણે તેના ખોટા આહારની આદત પર કંટ્રોલ કર્યો. આજે મૃદુલનું વજન 66 કિલો છે અને તે ફેટ પર્સેટની સાથે એકદમ ફિટ પણ થઈ ગયો છે. તેથી તેણે તેની ફેટ લોસ જર્ની શેર કરી. આ સાથે, આહાર અને નિયમિત ચાર્ટ્સ પણ.

મૃદુલ કહે છે કે, આ ડાયેટ પ્લાનને તમે સલાહ મુજબ લેવો જોઈએ. કોઈ ટ્રેનરની મદદ લીધા વિના અનુસરો નહીં. હું ફક્ત શેર કરી રહ્યો છું કે મેં કઈ યોજનાનું પાલન કર્યું. તમે નિષ્ણાતની સહાયથી આવા સંતુલન આહારની યોજના તૈયાર કરી શકો છો.

મૃદુલનો ડાયેટ પ્લાન
પહેલું મીલ: (બ્રેકફાસ્ટ 9-10 am)
1 કેળું
ઈંડા (2 હોલ+1 વ્હાઈટ)
60-70 ગ્રામ દલિયા/ ઓટ્સ

સેકન્ડ મીલ: (સ્નેક્સ 11-12 am)
1 ચમચી પીનટ બટર
1 સ્લાઈસ બ્રાઉન બ્રેડ

થર્ડ મીલ (લંચ 2-3 pm)
120 ગ્રામ બ્રાઉન રાઇસ
3 કપ મિક્સ લીલી શાકભાજી

ફોર્થ મીલ (સ્નેક્સ 5-6 pm)
150 ગ્રામ મિક્સ ફળો
ડ્રાય ફ્રુટ્સ (બદામ, કિસમિસ, 5-10 ટુકડા)

ફિફ્થ મીલ (ડિનર 6-7 pm)
100 ગ્રામ શક્કરીયા / ચિકન
1 ચમચી ઓલિવ તેલ (કોઈપણ સ્વરૂપમાં)
3-4 કપ મિક્સ લીલા શાકભાજી

ડાયટે શું ખરેખર કામ કર્યુ
આ ડાયટને ફોલો કરવા પર મૃદુલને શરૂઆતમાં ઘણી ભૂખ લાગતી હતી અને માથું પણ ભારે લાગતુ હતું. પરંતુ 8-10 દિવસમાં બધું સામાન્ય થઈ ગયું. આનું કારણ એ હતું કે તેના આહારમાં લીલી શાકભાજીઓ ઘણી હતી, જેમા રહેલાં ફાઈબરને કારણે, ભૂખ ઓછી લાગતી હતી. પછી તેને ઘણો તફાવત જોવા મળ્યો હતો. ત્વચા પર ગ્લો પણ આવવા લાગ્યો હતો.

મૃદુલનું વર્કઆઉટ રુટીન
મૃદુલ જણાવે છેકે, હું દરરોજ 1 કલાક સ્ટ્રેન્થ/વેઇટ ટ્રેનિંગ અને 30 મિનિટ કાર્ડિયો પણ કરતો હતો. ધીરે ધીરે, લગભગ 45 દિવસમાં, મેં 6 કિલો વજન ઘટાડ્યું. આ મારા માટે ઘણી સારી શરૂઆત હતી. કારણકે મે ફિટનેસ તરફ એક પગલું ભર્યુ હતુ.

આ વચનો તમારી જાતને આપો
– જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડને સંપૂર્ણ રીતે ખાવાનું છોડી દો.
– મીઠાઈ ખાવાનું પણ બંધ કરી દીધું. અને હા, આ સાથે, મેં ખાંડના ઈનડાયરેક્ટ સોર્સિસને ખાવાનું પણ બંધ કરી દીધુ, જેથી ખાંડ મારા શરીરમાં ન આવે.
– દિવસમાં લગભગ 3 લિટર પાણી પીતો હતો, જેનાથી પેટ ભરેલું રહેતુ હતુ.
– ભૂખ લાગે તો કેટલાંક ફળો/સલાડ ખાતો અથવા ભૂખ અવોઈડ કરવા માટે પોતાને વ્યસ્ત રાખતો હતો.
– આજે મૃદુલનું વજન 66 કિલો છે એટલે કે તેણે 27 કિલો વજન ઓછું કર્યું છે. તમે પણ વેટ લોસ માટે આ સ્ટોરીમાંથી પ્રેરણા લઈને આજે જ તેની તૈયારી શરૂ કરી શકો છો. હેલ્ધી રહેવા માટે ફિટ રહેતાં શીખો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *